સ્કૂલ બસમાંથી ફંગોળાઈ જતાં વિદ્યાર્થિનીનું મૃત્યુ

Wednesday 11th December 2019 05:49 EST
 

ભાવનગરઃ ઘોઘા તાલુકાના વાળુકડ ગામે આવેલી માધ્યમિક શાળાની સ્કૂલ બસ ૭મી ડિસેમ્બરે સવારે સ્કૂલ તરફ જતી હતી તે સમયે બસમાંથી ૧૪ વર્ષની વિદ્યાર્થિની તુલસી ચૌહાણ બસમાંથી ફંગોળાઈને બહાર ફેંકાઈ ગઈ હતી. આ વિદ્યાર્થિની પરથી બસના વ્હીલ ફરી ગયા હતાં અને બનાવ સ્થળે જ તુલસીનું મૃત્યુ નિપજ્યું હતું. સ્કૂલ બસમાં ઠસોઠસ વિદ્યાર્થીઓ ભરવાના કારણે ઘટના બન્યાનો આક્ષેપ કરીને મૃતક દીકરીના પરિવારજનોએ ન્યાય અપાવવા માગ કરી છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter